૭૭
પ્રગટ હોય ત્યારે ઓળખવા ઘણા દુર્લભ છે. આ સભા સર્વે દિવ્ય તેજોમય છે અને અનાદિમુક્ત તો મહારાજની મૂર્તિમાં રસબસ ભાવે જોડાઈ રહ્યા છે. મુમુક્ષુને પણ મૂર્તિમાં રસબસ કરી મૂકે છે. પરમ એકાંતિક તો પોતા જેવા કરે છે, અનાદિ તો મૂર્તિમાં જ છે અને દેખાવ શ્રીજીમહારાજનો છે. તે અનાદિ તો મૂર્તિમાં લુબ્ધ છે એટલે મહારાજ સર્વેને ઉપદેશ કરે છે અને દર્શન આપે છે.