૧૪
અનાદિમુક્ત તો સ્વતંત્ર છે ને અનુભવીથી અતિશય શ્રેષ્ઠ અને અતિશય સમર્થ છે. જેમ શ્રીજીમહારાજ સત્તાવાન છે તેમ તેમના અનાદિમુક્ત પણ શ્રીજીમહારાજના જેવા જ સત્તાવાન છે. એવા અનાદિમુક્તથી સુખ પામ્યા હોય તેને આ લોકમાં અનાદિમુક્તનો વિયોગ થાય એટલે મુક્ત અદ્રશ્ય થાય ત્યારે શોક થવો જોઈએ. જો શોક ન કરે તો કૃતઘ્ની કહેવાય ને રઘુનાથદાસની હારમાં ગણાય.