૪૧
આ સભા અક્ષરધામની છે અને તેથી પર મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તની છે, અને શ્રીજીમહારાજ વિરાજમાન છે, એવી આ સભાને જાણે તે દિવ્ય થઈ જાય. જો ખોટું કહેતા હઈશું તો એનો જોખો એટલે ગુનો અમને છે પણ જે સાચું માનશે એને બહુ લાભ મળશે. માનો તો ય ભલે અને ન માનો તો ય ભલે. અમારે તો જેમ છે તેમ કહેવું છે, માટે આ વાત ભલા થઈને માનજો, તો અમ ભેગા હાલશો. અમે તો જીવને શ્રીજીમહારાજ પાસે લઈ જવા આવ્યા છીએ, માટે અમારો દાખડો સુફળ કરજો.