૧૧૮

વચનામૃત વંચાય છે તેમાં કેવળ શ્રીજીમહારાજનો અમૃતરસ ચાલ્યો આવે છે. તે અમૃતરસ પાન કરનારા સર્વે મહામુક્ત છે. આ સભામાં એકાંતિક, પરમ એકાંતિક, અને અનાદિ બધાય છે. આપણે આ સભા મહારાજની મૂર્તિમાં જોવી. મુક્ત મૂર્તિમાં સળંગ રહ્યા છે. રસબસ રહ્યા થકા સુખ ભોગવે છે. મહારાજ દાતા અને મુક્ત ભોક્તા એમ સ્વામી સેવકપણું રહે છે. મુક્ત મૂર્તિમાં રહે એટલે આધાર મહારાજ થયા ને સેવકપણું મુક્તને દ્રઢ થયું પછી તો એને મૂર્તિ વિના કાંઈ છે જ નહિ. અનંત મુક્ત એ રીતે મૂર્તિમાં રસબસ રહી સુખ ભોગવે છે.