વિશ્રામ ૧૦૨

એક વખતે નિર્દોષાનંદ સ્વામી ગામ જાયવામાં મંદિરમાં ચોક છે ત્યાં એક બોરડી નીચે બેઠા હતા. તે માથે રૂમાલને કાંટો વળગ્યો. ત્યારે સ્વામી બોલ્યા જે, "બોરડી તારો સ્વભાવ મેલ્યો નહિ. માટે જા. તારા કાંટા મટીને લય થઈ જશે."

એમ કહ્યું એટલે બોરડી ઉપર એક પણ કાંટો ન મળે! કેળ સુંવાળી હોય એવી સુંવાળી રેશમ જેવી બોરડી થઈ. તેના બોરાં સ્વાદુ થયાં. તે બોરાં મહારાજને જમાડી સ્વામી એમ કહેતા જાય જે આ બોરડીનાં બોર તો જેવા બદ્રિકાશ્રમમાં બોર છે, તેવાં જ સ્વાદુ છે. પછી થોડા દિવસ બોરડી રહી અને ધામમાં ગઈ. એમ બોરડીનો મોક્ષ કર્યો.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે એકસો બેમો વિશ્રામ.