આપણું બેસતું વર્ષ : ૧૦
દિવ્ય સિંહાસને રાજતા, દિવ્ય તેજોમય અંગ;
વસ્ત્ર આભૂષણ દિવ્ય જે, દિવ્ય મુક્તવૃંદ સંગ.
અક્ષરધામ સ્વતેજમાં, દિવ્ય રૂપ સાકાર;
પુરુષોત્તમ પ્રગટ પ્રભુ, શ્રીહરિ સર્વાધાર.
અનંત ધામના અધિપતિ, નિર્ગુણ રૂપ સદાય;
દિવ્ય મનોહર મૂરતિ, નિગમ નેતી કહી ગાય.
કર્તા નિયંતા મહાપ્રભુ, સૌના કારણ શ્યામ;
અક્ષરાતીત અગમ અતિ, સ્વામિનારાયણ નામ.
અનાદિમુક્ત અદૃશ્ય રહે, પરમ એકાંતિક પાસ;
સૌના કારણ શ્રીહરિ, મુક્તવૃંદ સહુ દાસ.
આજના મંગળ પ્રભાતથી આપ સહકુટુંબ તથા સ્નેહીવર્ગને શ્રીજીમહારાજ સદાય સુખી રાખે એ જ પ્રાર્થના.
‘‘અવતારી સર્વોપરી, સર્વ નિયંતા રાજ;
મંગળદિન પ્રભુ આજનો, મહેર કરો મહારાજ.’’