પત્ર : ૧૭૭

રાજા બી દુઃખિયા, રંક બી દુઃખિયા,

ધનપતિ દુઃખિત વિકારમેં;

બિના વિવેક ભેખ સબ દુઃખિયા,

જૂઠા તન અહંકારમેં.

એવું અવરભાવમાં છે. પરભાવમાં તો,

‘અખંડ અલૌકિક સુખ તારું,

જોઈ જોઈ મન મોહ્યું મારું,

ધરાધન તમ ઉપર વારું.’

એવું સુખ જ છે. વ્યવહારમાં રહ્યા એટલે વ્યવહાર તો કરવો જ પડે, પણ બધી ક્રિયામાં કર્તા મહારાજ છે, એમ જાણી બધું એમના હાથમાં છે, એવું અનુસંધાન રાખવું.