પત્ર : ૧૨૮
મહારાજનું છે તે બધું આપણું છે. અક્ષરધામ આપણું છે. ધામના ધણી આપણા છે. ધામના મુક્ત આપણા છે. અનંત કોટિ બ્રહ્માંડમાં એમનું રાજ છે. એ રાજાધિરાજ મહારાજ તેમણે એ દિવ્ય તેજોમય મૂર્તિમાં આપણને રાખ્યા છે. આપણે એ મૂર્તિ જોયા કરવી. એમના વિના કાંઈ છે જ નહિ. એ એક જ સત્ય છે, બીજું સર્વે મિથ્યા છે. એક ભગવાન શ્રીજીમહારાજ. તે વિના બીજું કાંઈ સાચું નથી. એકડા ઉપર જેટલાં મીંડાં કરો તેટલાં વધારે થાય. એકડો જુદો કાઢી લો એટલે મીંડાંનું કાંઈ મળે નહિ. તેથી આપણને અલભ્ય લાભ મળ્યો છે. રત્નચિંતામણિ આપણને મળી છે.