પત્ર : ૧૮૩
દૂધ, દહીં, છાશ, માખણ થયા પછી ઘી થાય એટલે દૂધનો વિધિ પૂરો થયો, તેમ કથાવાર્તા, ધ્યાનભજન, ભક્તિ, જપ-તપ, તીર્થ, વ્રત, દાન-પુણ્ય, વગેરેનું ફળ મૂર્તિ. જો એ મૂર્તિમાં વૃત્તિ રહેવા માંડે અને એ મૂર્તિમાં મારો ચૈતન્ય છે એમ થાય તો કાંઈ અધૂરું ન રહે. વિધિ બધા પૂરા :
‘સાત ધામ ને ચાર પુરી,
ભગવાન મળે પુરી, નહિ તો અધૂરી !’
‘પીધા વિના પ્યાસ ન બૂઝે,
પંડ ઉપર ઢોળે ભલે પાણી રે;
મુક્તાનંદ મોહન સંગ મળતા,
મોજ અમૂલખ માણી રે.’
મોજ મૂર્તિમાંથી મળે છે.