આપણું બેસતું વર્ષ : ૫
અક્ષર પર આનંદઘન, અવિનાશી અલબેલ,
ભક્તિધર્મ સુત શ્રીહરિ સુંદરવર રંગ છેલ;
સહજાનંદ આનંદ કંદ, હરિકૃષ્ણ ઘનશ્યામ,
દિવ્ય મનોહર મૂર્તિ, સર્વોપરી સુખધામ
અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રીહરિ સહજાનંદ સ્વામી ભગવાન પોતાના દિવ્યધામને વિષે અનંત કોટિ મુક્તોએ સેવ્યા થકા બિરાજમાન છે, એવા શ્રીહરિની નૂતન વર્ષે આપ સર્વે પર અમૃત નજર રહો, અને નવા વર્ષના મંગળ પ્રભાતે આપ સર્વેનું હરેક પ્રકારે મંગળ થાઓ, એ જ અભ્યર્થના.