પત્ર : ૮૨

સત્સંગમાં નાના-મોટા સૌનો સમાવેશ મહારાજે કર્યો છે. જેમ ઘરમાં નાના-મોટા હોય છે, પણ સૌને માબાપ સાચવે છે, તેમ શ્રીજીમહારાજ સૌ કોઈને સાચવે છે, પોષણ કરે છે, અભયદાન કરે આપે છે, જેમ જેમ પચતું જાય તેમ તેમ જમાડે છે. સૌને નિર્ભય કરવા છે, મૂર્તિના સુખથી કોઈને જુદા રાખવા નથી, તેથી પોતે જ કહે છે કે, ‘‘તમો અમારા આશ્રિત થયા છો તે અમારે હેતની વાત કહેવી જોઈએ. ‘તેજમાં મૂર્તિ છે તે અમે પોતે જ છીએ’, ‘તમારા સારુ અક્ષરધામમાંથી આવ્યા છીએ’, ‘અનાદિની સ્થિતિ કૃપાએ કરીને કરીએ છીએ.’’