પત્ર : ૧૭૨
તમો આશીર્વાદ માટે લખો છો તો જેઓ શ્રીજીમહારાજના વચનમાં વર્તે છે તેને અખંડ વરદાન અભય હાથથી મહારાજ જ આપી રહ્યા છે : સદા સુખી રહો ! સુખી રહો ! એવો એ મહાપ્રભુનો સંકલ્પ છે. તેજોમય દર્શન આપે તો ય એ છે અને મનુષ્યભાવમાં પણ એ છે. ધામમાં જે મૂર્તિ છે તે, મનુષ્યરૂપ છે ને પ્રતિમારૂપ છે. તેમાં જેટલી વૃત્તિ રહે તેટલું સુખ.