પત્ર : ૧૩૩

પરીક્ષા આપવા જવું ત્યારે શ્રીજીમહારાજ ને બાપાશ્રીને સાથે રાખવા, એટલે મૂર્તિમાં રહેનારા મુક્તો સાથે રહેશે.

આપણે મહારાજના છીએ અને મહારાજ આપણા છે, એ વાતમાં બહુ બળ છે. એ જે કરશે તે ઠીક જ કરશે. આપણે શું કરીએ ! ‘બધું એ કરશે.’

‘જેને જેનો આશરો, તેને તેની લાજ;

કરગરીને શું કહું, જાણો છો શ્રીજીમહારાજ.’

આપણા માટે આટલું બસ છે.