પત્ર : ૧૨૧
બાળકને ભય લાગે ત્યારે મા-બાપ પાસેથી દૂર ન ખસે, તે રીતે શ્રીહરિના આશ્રિત સંકટમાં મહાપ્રભુ પાસે જ રાવ કરે.
મૂર્તિને સંભારવાનું તો ગમે ત્યાં બને. આપણે ખટકો રાખવો. જ્યાં જઈએ ત્યાં મહારાજને સંભારવા. આપણા સામું શ્રીજીમહારાજ જોઈ રહ્યા છે. એમની પોતાના આશ્રિત પર અમૃતનજર છે. જ્યાં સંભારીએ તો હજાર ગાઉ પર હોય તોય સાંભરે છે તેમ આપણા મોક્ષકર્તા ભગવાન શ્રીહરિ ઘનશ્યામ મહારાજને સંભારી સુખિયા રહેવું.