પત્ર : ૧૩૪
આપણા માટે શ્રીજીમહારાજ જ છે. ગ્રામ્યજીવન અથવા શહેરીજીવન એ બંને સ્થળોએ આ એક જ મૂર્તિ છે. એમના વિશ્વમંદિરમાં શોકનું સ્થાન નથી, નિરાશા નથી, દુઃખ કે કલેશ નથી, એટલે આશ્વાસનના શું શબ્દ લખવા ? શ્રીહરિ આનંદ સ્વરૂપ છે. તેમના મુક્તો પણ એવા જ છે, એમનો આનંદ અખંડ છે.