પત્ર : ૧૧૬

મોટાનો મન, કર્મ, વચને જોગ કરીએ, કૃપા લઈએ તો ઘાટ-સંકલ્પની રાવ-ફરિયાદ રહે નહિ. મન, કર્મ, વચને એમની સાથે એકતા કરીએ તો લાભ ઘણો થાય. આ તો મોટાના જોગની સહજ વાત જણાવી. બાકી તો આગળની સભા અને અત્યારની સભા અનાદિ મુક્તની બધી આપણી સહાયમાં રહે એવા બનવું જોઈએ.