પત્ર : ૧૭૩

નેત્રવૃત્તિએ ગ્રહણ થાય પણ જ્યારે મૂર્તિ સ્વરૂપે એટલે પુરુષોત્તમરૂપે પોતાના ચૈતન્યને મનાય, ચૈતન્યમાં મહારાજ જ રહે, ત્યારે ચૈતન્ય પણ સાકાર મૂર્તિમાન સુખભોક્તા અનાદિ મુક્ત જેવો મનાય, ત્યારે સ્થિતપ્રજ્ઞ કહેવાય. અનાદિ મુક્તના ભાવમાં મહારાજ વિના બીજી વસ્તુ જ નથી. એટલે વધુમાં વધુ મૂર્તિના સંબંધેયુક્ત પોતાને માનવું. જેટલું રહેવાય તેટલું મૂર્તિ ભેળું રહેવાય તેમ વર્તવું. બહારદૃષ્ટિમાં જગત છે. અંતરદૃષ્ટિમાં મહારાજ છે. એટલે સદગુરુ વૃંદાવનદાસજી સ્વામી કહેતા કે, ‘‘મહારાજ જ.’’ શ્રીજીમહારાજના મહામુક્તોનું સામર્થ્ય અપાર હતું. તેનું કારણ એ દિવ્યધામના આવેલાહતા. એવા જ મુક્ત વર્તમાન સમયે છે, મહારાજ પણ એના એ છે. આવું મનન કરતાં મહારાજ દયાના સમુદ્ર હોવાથી જેવા આપણને સુખ જોઈએ તેવા આપ્યા કરશે.