પત્ર : ૨૭
ધ્યાનથી વિશેષ સમાસ થાય અને તે નવધા ભક્તિના ફળરૂપ છે. પ્રતિલોમપણે ધ્યાન થાય ત્યારે ભગવાનનું સમીપપણું રહે છે, આત્માપણાનું અનુસંધાન રહ્યા કરે છે, શ્રીજીમહારાજતથા તેમના સંત-હરિભક્તોનું દિવ્યપણું સમજાય છે, અને આ બધું થતાં ધ્યાનની રુચિ વધતી જાય છે. પ્રતિમાભાવ-મનુષ્યભાવ ટળી પ્રત્યક્ષભાવ તથા દિવ્યભાવની દૃઢતા થાય છે. ધ્યાનની રુચિ છે તે વૃદ્ધિ પમાડવાનો ખટકો રાખવો.