પત્ર : ૧૨૬
ભક્તિને ભગવાનની સહાય છે તેથી ભક્ત નિર્ભય બને છે. માટે એ મહાપ્રભુ જેમ રાખે તેમ રાજી રહેવું. ‘મારો સેકન્ડ ક્લાસ કેમ ! મારે તો ફર્સ્ટ જોઈએ’ - વિદ્યાર્થીએ એમ વિચાર ન કરવો. અભ્યાસ કરવા છતાં એમ બને તો ભગવાનની મરજી જાણી રાજી રહેવું.
આપણને મોટાએ આશીર્વાદ આપ્યા છે તેનું બળ રાખવું.
‘ચાકરકી મોટપ કહાં ? સબ લાજ ધણીકો.
જેને જેનો આશરો તેને તેની લાજ.’
આજ સુધી આપણી રક્ષા કરે છે ને કરશે. આપણે એમના સામી નજર રાખવી. કર્તા નિયંતા મહારાજ છે, એવો વિચાર રાખી બધા સંજોગોમાં રાજી રહેવું.