પત્ર : ૫૨
ગઢપુરમાં શ્રીજીમહારાજ જાણે પ્રત્યક્ષ બિરાજતા હોય એવાં દર્શન થાય છે. શ્રી વાસુદેવનારાયણના ઓરડા, અક્ષર ઓરડી, અને ગોપીનાથનું મંદિર, રાધાવાવ, લક્ષ્મીવાડી, ભક્તિબાગ, ઘેલો, ખળખળિયો, નારાયણ ધરો, સહસ્ર ધરો - એ બધાં સ્થાન દિવ્યરૂપ ભાસે છે. ગઢપુરમાં શ્રીજીમહારાજ ઘણું રહ્યા, એ રમણરજમાં રહેવાનું ભાગ્ય જેમને થયું છે તે તો દેહ છતાં જ કૃતાર્થ બને છે.