પત્ર : ૮૫
સત્સંગ તો સૌ કરે છે, પણ સત્સંગમાં ઓળખવો જોઈએ. શ્રીજીમહારાજ તુલ્ય બીજા અવતાર કોઈ ન કહેવાય. આવા સર્વોપરી, સર્વકારણ શ્રીસ્વામિનારાયણ ભગવાને આપણો હાથ ઝાલ્યો છે. એમના આપણે થયા છીએ ત્યારથી આપણા ધન્ય ભાગ્ય છે. અનંત જન્મના સુકૃત ઉદય થયાં હોય ને જેનો છેલ્લો જન્મ થવાનો હોય તેમને આ ભગવાનની પ્રાપ્તિ થાય છે.