પત્ર : ૩૨
આપણા ઉતાવળિયા સ્વભાવ તે ઘડીકમાં અકળાઈ જઈએ, મૂંઝાઈએ, પણ સંકલ્પ કર્યાથી કાંઈ બને નહિ, પરંતુ ધણી ભળે કે તુરત અનુકૂળતા થઈ જાય. આ બધી મહાપ્રભુ તથા તેમના લાડીલા મુક્તોની કૃપાનું જ કારણ છે. આપણે તો પૂર્વના અનાદિ મહામુક્ત સદગુરુઓ જેમ મહારાજને રાજી કરવાના પ્રકાર બતાવી ગયા છે તેમ મૂર્તિ સાથે રાખીને બધું કરવું. કાર્ય સત્સંગમાં ખરી શાંતિ મળતી નથી. ખરું સુખ તો કારણ સત્સંગ મહારાજની દિવ્યમૂર્તિમાં છે. એ મૂર્તિનો આનંદ ને ખુમારી રાખવાનું બાપાશ્રી કહે છે : ‘‘કોઈ મૂર્તિ લ્યો ! કોઈ મૂર્તિ લ્યો ! અમારે ઘેર મૂર્તિનો જ વેપાર છે.’’ આ પ્રમાણે બાપાશ્રી તથા સદગુરુઓએ આપણું પોષણ કર્યું છે તેથી અખંડાનંદ રહે તેમ જ રહેવું.