પત્ર : ૧૬૫
વાચ્યાર્થ ને લક્ષ્યાર્થમાં એક થાય, દિવ્યભાવમાં સદાય વરતાય તેવો ખટકો રાખવો.
પરોક્ષ કરતા પ્રત્યક્ષની વાત મોટી છે ને મોટી રહેશે, પણ પ્રત્યક્ષવાળાને ‘પંદર દિવસે કાગળ લખતા રહેજો’ એમ લખવું ન પડે. ‘વહેલા આવજો’ એમ લખવાથી પણ શું ? પ્રત્યક્ષમાં બધું ય છે. પ્રગટ સૂર્યથી પ્રકાશ થાય છે.