પત્ર : ૧૧૪

મૂર્તિનો સંબંધ અખંડ રાખવો. શ્રીહરિ તથા બાપાશ્રીની અમૃત નજર સૌ પર છે તેમાં ય પોતાના શરણાગત ઉપર વધુ છે.

ઘેર નિયમસર વચનામૃત, બાપાશ્રીની વાતો વગેરેનું મનન કરવું. નિવૃત્તિ મળે કે મૂર્તિ લઈ બેસવું, એટલે ચિંતવન કર્યા કરવું. જૂના સંત-હરિભક્તોને માળા, માનસીપૂજા, ધ્યાન, ભજન, સેવાનાં અંગ વધુ હોવાથી બળવાન વધુ જાણતા, અને એવા જ તેમનાં કાર્ય જણાયાં. કોઈને વચન આપે તે પણ સિદ્ધ થતાં. તે સૌને મહારાજનો સંબંધ રાખવા પર બહુ નજર હતી.એ રીતે આપણને બાપાશ્રી પણ કહે છે : ‘‘મૂર્તિ રાખો ! મૂર્તિ રાખો ! બીજું બધું ય પડ્યું મૂકો.’’ પગલાં-પદાર્થ પણ મૂર્તિ વિના કામ કરતા નથી, એમ બાપાશ્રીએ લખ્યું છે, માટે આપણે મૂર્તિનું ચિંતવન વધુ રાખવું. ઘરમાં પણ આવી જ ભલામણ કરવી.