શ્લોક : ૧૪૧
यथाशक्ति यथाकालं संग्रहोऽन्नधनस्य तै: ।
यावद्वयं च कर्तव्य: पशुमद्भिस्तृणस्य च ॥ ૧૪૧ ॥
અને તે ગૃહસ્થ સત્સંગી તેમણે પોતાના સાર્મથ્ય પ્રમાણે, સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં વરો હોય, તેટલા અન્નદ્રવ્યનો સંગ્રહ જે તે કરવો અને જેના ઘરમાં પશુ હોય-એવા જે ગૃહસ્થ, તેમણે પોતાના સાર્મથ્ય પ્રમાણે ચાર-પૂળાનો સંગ્રહ કરવો. ॥ ૧૪૧ ॥
ભાવાર્થ
શ્રીહરિના આશ્રિત ગૃહસ્થોએ પોતાના કુટુંબ પરિવારનું પાલનપોષણ કરવામાં દર વર્ષે જેટલી વપરાશ હોય તે પ્રમાણે ડાંગર આદિ અન્ન અને 'ધન' - રૂપિયા વગેરે તેનો સંગ્રહ પોતાના સાર્મથ્યને અનુસરીને, યોગ્ય સમયે જ; અર્થાત્ જે સમયે જે અન્ન ખળામાં વેચાતું હોય તે વખતે જ, તે અન્નનો સંગ્રહ કરવો; નહિતર પાછળથી અન્ન મોઘંુ થવાથી દ્રવ્યનો વધારે વ્યય થવાનો સંભવ રહે છે. એ જ પ્રકારે યોગ્ય ખર્ચ કરતાં બાકી રહે તેવા, ધર્મથી પ્રાપ્ત થયેલ દ્રવ્યનો સંગ્રહ કરી રાખવો. અને જેમને ઘેર પશુઓ હોય તેમણે, ઘાસનો - ચારપુળાનો સંગ્રહ કરવો. તે પણ જ્યારે સસ્તું વેચાતું હોય, ત્યારે લઈ લેવું.
વળી શ્રીહરિ એમ પણ કહે છે કે આ જે સંગ્રહ કરવો તેમાં અતિલોભ ક્યારેય ન કરવો.