શ્લોક : ૫૭

स्तोत्रादरेथ कृष्णस्य पाठ: कार्य: स्वशक्तित: ।

तथाऽनधीतगीर्वाणैं: कार्यं तन्नामकीर्तनम् ॥ ૫૭ ॥

અને તે પછી શ્રીકૃષ્ણભગવાનનાં જે સ્તોત્ર અથવા ગ્રંથ તેનો જે પાઠ, તે પોતાના સાર્મથ્ય પ્રમાણે કરવો અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે શ્રીકૃષ્ણભગવાનનું નામકીર્તન કરવું. ॥ ૫૭ ॥

ભાવાર્થ

'સ્વામિનારાયણ' મહામંત્રનો જપ કર્યા પછી શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં જ સ્તોત્રો તથા ગ્રંથો તેનો પાઠ કરવો અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું નામ-કીર્તન કરવું.

(આ શ્લોકનો વિસ્તાર પણ 'શિક્ષાપત્રી રહસ્યસાર' ખંડ-૧ માંથી જાણવો.)