શ્લોક : ૫૨

कर्तव्यमुर्ध्वपुण्ड्रं च पुम्भिरेव सचन्द्रकम् ।

कार्य: सधवनारीभिर्भाले कुंड्.कुमचन्द्रक: ॥ ૫૨ ॥

અને પછી સત્સંગી પુરુષમાત્રને ચાંદલે સહિત ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું અને સુવાસિની જે સ્ત્રીઓ તેમણે તો પોતાના ભાલને વિષે કંુકુમનો ચાંદલો કરવો. ॥ ૫૨ ॥

ભાવાર્થ

ભગવાનને સમર્પણ કરતાં અવશેષ રહેલા, માટે જ તેમના પ્રસાદીભૂત એવા કેસર-કુંકુમાદિકે મિશ્રિત હરિચંદનથી, કે કેવળ ચંદનથી, કે શ્રીજીમહારાજની પ્રસાદીરૂપ તલાવડીની મૃત્તિકાથી, ચાંદલે સહિત ઊર્ધ્વપુંડ્રને કરવું; અથવા પ્રસાદી કુંકુમથી, ઊર્ધ્વપુંડ્ર તિલકના મધ્યમાં ચાંદલો કરવો, દીક્ષા પામેલા સચ્છૂદ્રોને લલાટ, બે બાહુ ને હૃદય - એ ચાર ઠેકાણે ઊર્ધ્વપુંડ્ર (ચંદ્રકેસહિત) ધારવાં, અને દીક્ષિત અસચ્છૂદ્રાદિકને તો ભાલમાં કેવળ ચંદનનો ચંદ્રકમાત્ર ધારણ કરવો, પણ તિલક ન કરવું.

વળી સધવા સ્ત્રીઓએ પોતાના ભાલને વિષે કેવળ કુંકુમનો ચાંદલો કરવો પણ તિલક ન કરવું.

અને આચમન તથા ઊર્ધ્વપુંડ્ર તિલક કરતી વખતે 'સ્વામિનારાયણ' નામનો જપ કરવો કારણ કે તેમાં સર્વ નામનો સમાવેશ થાય છે અને તે જપ શ્રીજીમહારાજની મૂર્તનું ધ્યાન કરતાં કરતાં કરવો.