શ્લોક : ૧૯૮

संस्कारेषु न भोक्तव्यं गर्भाधानमुखेषु तै: ।

प्रेतश्राद्धेषु सर्वेषु च द्वादशाहिके ॥ ૧૯૮ ॥

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે, ગર્ભાધાન આદિક જે સંસ્કાર તેમને વિષે જમવું નહિ; તથા એકાદશાહપર્યંત જે પ્રેતશ્રાદ્ધ તેમને વિષે જમવું નહિ; તથા દ્વાદશાહ શ્રાદ્ધને વિષે જમવું નહિ. ॥ ૧૯૮ ॥

ભાવાર્થ

શ્રીહરિ કહે છે : મારા આશ્રિત સાધુઓએ તથા બ્રહ્મચારીઓએ, ગર્ભાધાનાદિક સંસ્કારકર્મની સિદ્ધિને માટે બ્રહ્મભોજન કરાવવામાં આવે છે તેમાં પોતાને આમંત્રણ મળ્યું હોય તો પણ, ભોજન કરવા જવું નહિ તથા પ્રેતને ઉદ્દેશીને કરવામાં આવતાં જે નવ શ્રાદ્ધ, એકાદશાહિક શ્રાદ્ધ, ઓગણત્રીસ દિવસના માસિયાનું શ્રાદ્ધ, દ્વાદશાહિક શ્રાદ્ધ તથા સપિંડ શ્રાદ્ધ એમાં આમંત્રણ હોય તો પણ, બ્રહ્મચારી તથા સાધુએ જમવા જવું નહિ. અને તે દિવસે કાચું સીધું આપે તો પણ ન લેવું.