શ્લોક : ૪૫

भक्तैस्तदितरैर्माले चन्दनादीन्धनोद्भवे ।

धार्ये कण्ठे ललाटेऽथ कार्य: केवलचन्द्रक: ॥ ૪૫ ॥

અને તે સચ્છૂદ્રથકી બીજા જે જાતિએ કરીને ઊતરતા એવા ભક્તજન તેમણે તો, ચંદનાદિક કાષ્ઠની બેવડી માળા તે, ભગવાનની પ્રસાદી કરાવીને કંઠને વિષે ધારવી અને લલાટને વિષે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું. ॥ ૪૫ ॥

ભાવાર્થ

'સચ્છૂદ્રથકી બીજા' એટલે અસચ્છૂદ્રાદિ વગેરે મનુષ્યમાત્રને, ભગવાનનાં નામકીર્તન આદિ ભક્તિ કરવાનો અધિકાર છે; માટે અસચ્છૂદ્રે પણ સત્પુરુષથકી ભગવાનનો નિશ્ચય કરી ભગવાનની ભક્તિ કરવી; કારણ કે તેથી તેમનો મોક્ષ થાય છે, માટે એવા ભક્તોએ પણ ભગવાનનું ચિહ્ન જે ચંદનાદિ કાષ્ઠમાંથી બનાવેલી 'બેવડી માળા' કહેતાં બેવડી કંઠી, કંઠમાં ધારણ કરવી તથા 'લલાટ' એટલે ભાલના મધ્યભાગમાં તિલક રહિત એકલો ચાંદલો કરવો.