શ્લોક : ૧૪૮
एकादशीमुखानां च व्रतानां निजशक्तित: ।
उद्यापनं यथाशास्त्रं कर्तव्यं चिन्तितार्थदम् ॥ ૧૪૮ ॥
અને એકાદશી આદિક જે વ્રત તેમનું જે ઉદ્યાપન તે જે તે, પોતાના સાર્મથ્ય પ્રમાણે યથાશાસ્ત્ર કરવું; તે ઉદ્યાપન કેવું છે તો મનવાંછિત ફળને આપનારું છે. ॥ ૧૪૮ ॥
ભાવાર્થ
શ્રીહરિ કહે છે : જેમાં એકાદશી મુખ્ય છે એવાં વ્રતોનું ઉદ્યાપન પોતે ઇચ્છેલા ફળને આપનારું છે. તે ઉદ્યાપન કરવામાં ગાય-સુવર્ણ વગેરેનું દાન, હોમ, બ્રહ્મભોજન તથા સાધુભોજન તેણે સહિત પોતાના ઇષ્ટદેવની મહાપૂજા કરવી. તે મહાપૂજા વગેરે ઉદ્યાપનનો વિધિ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કરવો. જો એ પ્રમાણે ઉદ્યાપન ન કરે તો તે - તે વ્રતના સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થતી નથી.