શ્લોક : ૩
भ्रात्रो रामप्रतापेच्छारामयोर्धर्मजन्मनो: ।
यावयोध्याप्रसादाख्य रघुवीराभिधौ सुतौ ॥ ૩ ॥
શ્રીધર્મદેવથકી છે જન્મ જેમનો એવા જે અમારા ભાઈ રામપ્રતાપજી તથા ઇચ્છારામજી; તેમના પુત્ર જે અયોધ્યાપ્રસાદ નામે અને રઘુવીર નામે - (જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વે સત્સંગીના આચાર્યપણાને વિષે સ્થાપન કર્યા છે). ॥ ૩ ॥
ભાવાર્થ
હવે જેઓના પ્રત્યે આ શિક્ષાપત્રી લખવાની છે એવા પોતાના આશ્રિતોનો નિર્દેશ કરતાં પ્રથમ, પોતે પોતાના સમગ્ર આશ્રિતોના ગુરુ તરીકે, ધર્મદેવથકી જેમનો જન્મ થયેલો છે એવા જે શ્રીહરિના મોટાભાઈ રામપ્રતાપભાઈ ને નાનાભાઈ ઇચ્છારામભાઈ તેમના પુત્રોમાંથી એકેક પુત્ર એટલે શ્રી અયોધ્યાપ્રસાદજી અને શ્રી રઘુવીરજીને આચાર્યો તરીકે સ્થાપ્યા છે તેમનો નિર્દેશ કર્યો છે.