શ્લોક : ૧૭૦
सङ्गो न गर्भपातिन्या: स्पर्श: कार्यश्च योषित: ।
शृड्.गारवार्ता न नृणां कार्या: श्रव्या न वै क्वचित् ॥ ૧૭૦ ॥
અને ગર્ભની પાડનારી જે સ્ત્રી તેનો સંગ ન કરવો, ને તેનો સ્પર્શ પણ ન કરવો; અને પુરુષના શૃંગારરસ સંબંધી જે વાર્તા, તે ક્યારેય ન કરવી અને ન સાંભળવી. ॥ ૧૭૦ ॥
ભાવાર્થ
વિધવાઓએ ઔષધ વગેરેથી ગર્ભપાત કરાવનારી સ્ત્રીઓનો સંગ અગર સ્પર્શ, ક્યારેય કરવો નહિ; કેમ કે તેવો સંગ કરવાથી વ્યભિચારનું અને તેવો સ્પર્શ કરવાથી સાંસર્ગિક પાપ લાગે છે. તેમ જ પુરુષના શૃંગારસંબંધી અથવા વિષયભોગ સંબંધી વાત બીજી સ્ત્રીઓની આગળ ન કરવી. તથા તેવી વાત સાંભળવી પણ નહિ; કેમ કે તેનાથી મનનો ક્ષોભ થતાં બ્રહ્મચર્યનો ભંગ થઈ જાય છે.
વળી જે યવન જાતિમાં જન્મેલી હોય, જે કામાસક્ત હોય, જે પાષંડમાર્ગમાં રહેલી હોય, જે ભગવાનના અવતારોમાં વિશ્વાસે રહિત હોય, જે લજ્જા રહિત હોય, જે વશીકરણ, ગર્ભપાતન આદિ ઔષધિને જાણનારી હોય, જે કામતંત્રપ્રસિદ્ધ મંત્રયંત્રાદિકને જાણતી હોય, જે ગર્ભપાતનશીલ હોય અને જે ધૂર્ત એટલે ઠગનારી હોય, તેવી નારીઓ સાથે વિધવા સ્ત્રીએ મૈત્રી ન કરવી.