શ્લોક : ૩૨
स्थानेषु लोकशास्त्राभ्यां निषिद्धेषु कदाचन ।
मलमूत्रोत्सर्जनं च न कार्यं ष्ठीवनं तथा ॥ ૩૨ ॥
અને લોક અને શાસ્ત્ર તેમણે, મળમૂત્ર કરવાને અર્થે ર્વજ્યાં એવાં સ્થાનક, જે ર્જીણ દેવાલય તથા નદી-તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા તથા ફૂલવાડી-બગીચા એ આદિક જે સ્થાનક, તેમને વિષે ક્યારેય પણ મળમૂત્ર ન કરવું તથા થૂંકવું પણ નહિ. ॥ ૩૨ ॥
ભાવાર્થ
લોક અને શાસ્ત્ર તેમણે નિષેધ કરેલાં એવાં સ્થાનોમાં મળમૂત્રનો ક્યારેય ત્યાગ ન કરવો તથા થૂંકવું નહિ, તેમ જ નાકનું મળ-લીંટ પણ નાખવું નહિ.
હવે લોક અને શાસ્ત્ર તેમણે નિષેધ કરેલા સ્થાનો એટલે - પારકાના ઘરનું આંગણું, રાજકીય સ્થાન, શસ્ત્રધારી જે સ્થળમાં હોય તેવું સ્થળ, યવનનાં સ્થાનો, ગાયોનો નેહડો, રાફડો, જળ, ભસ્મ, જંતુવાળો ખાડો, માર્ગ, હળથી ખેડેલી જમીન તથા વાવેલાં ખેતર, વૃક્ષની છાયા, નદી-તળાવના આરા, રેતી, ર્જીણ દેવાલય, શેરી-ફળિયું, ફૂલવાડી-બગીચો અને શુદ્ધ કરેલી જગ્યા; જાણવાં.