શ્લોક : ૧૬૯
वेषो न धार्यस्ताभिश्च सुवासिन्या: स्त्रियास्तथा ।
न्यासिन्या वीतरागाया विकृतश्च न कर्हिचित् ॥ ૧૬૯ ॥
અને તે વિધવા સ્ત્રીઓ તેમણે સુવાસિની સ્ત્રીના જેવો વેષ ન ધારવો તથા સંન્યાસણી, તથા વેરાગણી તેના જેવો વેષ ન ધારવો; અને પોતાના દેશ, કુળ અને આચાર તેને વિરુદ્ધ એવો જે વેષ તે પણ ક્યારેય ન ધારવો. ॥ ૧૬૯ ॥
ભાવાર્થ
અને તે વિધવા સ્ત્રીઓએ સુવાસિની સ્ત્રીઓના જેવો વેષ ધારણ કરવો નહિ. તથા સંન્યાસીના જેવાં કાષાય - ભગવાં વસ્ત્ર પહેરીને, લોકોને ઠગવા માટે ભટકતી એવી સ્ત્રીઓના જેવો વેષ ધારણ કરવો નહિ. તેમ જ વીતરાગી નામથી ઓળખાતી ભટકતી સ્ત્રીઓ તથા નાચનારી સ્ત્રીઓના જેવો વેષ ધારણ કરવો નહિ. વળી પુરુષનો વેષ પણ ધારણ કરવો નહિ ને પોતાનું અંગ દેખાય તેવાં સૂક્ષ્મ વસ્ત્રો તથા ચિત્રવિચિત્ર રંગથી રંગેલાં વસ્ત્રો ધારવાં નહિ. તેમ જ દેશકુલાચાર વિરુદ્ધ વસ્ત્રને પણ કદાપિ ધારવું નહિ.