શ્લોક : ૬૦
भक्तैरेतैस्तु कृष्णायानर्पितं वार्यपि क्वचित् ।
न पेयं नैव भक्ष्यं च पत्रकन्दफलाद्यपि ॥ ૬૦ ॥
અને એ જે આત્મનિવેદી ભક્ત, તેમણે શ્રીકૃષ્ણભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું અને પત્ર, કંદ, ફળાદિક જે વસ્તુ તે પણ શ્રીકૃષ્ણભગવાનને અર્પણ ર્ક્યા વિનાનું ન ખાવું. ॥ ૬૦ ॥
ભાવાર્થ
અને એ આત્મનિવેદી ભક્તો તેમણે, પાણી પણ શ્રીહરિકૃષ્ણ મહાપ્રભુને અર્પણ કર્યા વિનાનું ક્યારેય ન પીવું, તો પછી બીજું કંઈ તો અર્પણ કર્યા વિનાનું ખવાય કે પીવાય નહિ તેમાં તો કહેવાનું જ શું?
વિવિધ ખાદ્ય પદાર્થો ઉપરાંત સુગંધ જે ચંદન, પુષ્પમાળાઓ તથા અત્તર વગેરે ને કસ્તુરી, કપૂર, તેલ, અંજન; વસ્ત્ર-અલંકારાદિ, સકળ વાહનો તેમ જ કંઠી, માળા, ઉપવીત, કુંકુમ આદિ પણ પ્રસાદી કરીને જ ઉપયોગ કે ઉપભોગ કરવા.