શ્લોક : ૨૦૭
नेत्थं य आचरिष्यन्ति ते त्वस्मत्सम्प्रदायत: ।
बहिर्र्भूता इति ज्ञेयं स्त्रीपुंसै: साम्प्रदायिकै: ॥ ૨૦૭ ॥
અને જે બાઈ-ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહિ વર્તે તે તો, અમારા સંપ્રદાયથકી બાહેર છે-એમ અમારા સંપ્રદાયવાળા સ્ત્રી-પુરુષ તેમણે જાણવું. ॥ ૨૦૭ ॥
ભાવાર્થ
શ્રીહરિ કહે છે : અમે કહેલા ધર્મોમાં જે વર્તે તે જ અમારા છે; અને ન વર્તે તે અમારા નહિ, એમ અમારા સંપ્રદાયનાં સ્ત્રીપુરુષોએ સમજવું. અને મારી બાંધેલ ધર્મમર્યાદા જેને-જેને રુચતી નથી, તે તે દેહધારીઓને શોધી કાઢીને, કાળરૂપ એવો હું તે, તે તે જનોને એકસામટો દંડ આપું છું ને આપીશ.