પાંચમી આવૃત્તિનું નિવેદન

0:000:00

મુમુક્ષુ સાધકને જ્ઞાનચક્ષુ ખોલવામાં અત્યંત ઉપયોગી એવા આ અલૌકિક પુસ્તકની વાચકવૃંદ દ્વારા ઊભી થયેલી માગને પ્રતિસાદ આપવા તેની પંચમ આવૃત્તિ 'શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન' દ્વારા પ્રકાશિત થઈ રહી છે. શ્રીજીમહારાજના દિવ્ય સ્વરૂપ સાથે સંલગ્ન એવા આ અનાદિમુક્ત કેવા સમર્થ ને પ્રભાવશાળી હોય છે તેની મુમુક્ષુને ઝાંખી થયા સિવાય રહેતી નથી. તે બાબત આવા જ્ઞાનામૃતની ઉત્તરોત્તર પ્રકાશિત થતી આવૃત્તિઓ દ્વારા સાબિત થાય છે.

સ. ગુ. શ્રી વૃંદાવનદાસજી સ્વામીની આ સ્વાનુભવ દિવ્યવાણી અનાદિમુક્તની સર્વોત્તમ સ્થિતિ પ્રાપ્ત કરવામાં ખૂબ જ પ્રેરક બનશે એ નિઃશંક છે. સત્સંગની આપણી નવી પેઢી પણ તેને અચૂક આવકારશે અને તેમાંથી અખૂટ પ્રેરણા ને સાચું માર્ગદર્શન મેળવી દિવ્યાનંદ અનુભવશે.

આ દિવ્યતમ પ્રકાશનના કાર્યમાં જે કોઈ સેવારૂપે સહભાગી થયા છે તે સર્વે પર શ્રીજીમહારાજ, બાપાશ્રી ને સદગુરુઓની તેમ જ અ. મુ. સદગુરુવર્ય પૂ. શ્રી નારાયણભાઈની પ્રસન્નતા સદાય વરસતી રહે એ જ અભ્યર્થના!


સં. 2069, મહા સુદ છઠ

ઈ.સ. 2013, 16 ફેબ્રુઆરી


પ્રકાશન સમિતિ

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન

અમદાવાદ