વાર્તા : ૬૨

0:000:00

આપણે સત્સંગ કરીએ પણ જો હૃદય ધખતું હોય તો સંત હરિભક્તોનો અભાવ આવે; તેથી સત્સંગમાં સુખ ન આવે. મચ્છુનો પાણો ઘણા કાળ પાણીમાં રહ્યો હોય પણ ટચકો મારો એટલે દેવતા ખરે. તેમ જીવ જ્યાં સુધી દેહરૂપ મટ્યો નથી અને સત્સંગનું ફળ જે મહારાજની મૂર્તિ તે હાથ આવી નથી ત્યાં સુધી મચ્છુના પાણા જેવો છે. લાખ વર્ષ સુધી સત્સંગ કરે પણ જ્યાં સુધી મૂર્તિના સાક્ષાત્કારવાળા સંત સાથે હેત નથી થયું ત્યાં સુધી એવો ને એવો રહે. માટે એવા મોટા સંત સાથે હેત કરવું, તો વૃદ્ધિ પમાય. જેનાં મૂળ પાતાળ સુધી ઊંડાં ન પહોંચ્યાં હોય તેને સુકાઈ જવાનું રહે અને એ વંડીનાં તૃણ જેવો ગણાય, માટે પાતાળના પાણી સુધી ઊંડાં મૂળ ઘાલવાં, તો તે ક્યારેય સુકાય નહિ એટલે ઠેઠ મૂર્તિ સુધી પહોંચ્યો, તેનું સત્સંગરૂપ ઝાડ લીલું રહે. ॥ ૬૨ ॥