વાર્તા : ૧૧૫

0:000:00

મહારાજના મહિમાની સમજણ પાડવી તે તો મહારાજનું જ કામ, બીજાનું નહિ. ભગવાનના ઘરની વાત ભગવાન જ જાણે. જે ત્યાં પહોંચે તે તો અહિ આવે નહિ. પછી તે દ્વારે મહારાજ બોલે. એ ત્યાં પહોંચ્યો એટલે શું ઊંચો ગયો? ના, ના. મહારાજને તો ઊંચું-નીચું કાંઈ છે જ નહિ. એ તો આપણી દૃષ્ટિમાં જ છે. માટે અજ્ઞાન ટાળીને મહારાજને ઓળખ્યા એટલે ત્યાં પહોંચ્યો જાણવો, પછી મહારાજ કર્તા થયા. ॥ ૧૧૫ ॥