વાર્તા : ૬૦
0:000:00
સભામાં એક હરિભક્તે કહ્યું કે હજુ બે આંગળ જેટલોય સત્સંગ થયો હશે કે નહિ? ત્યારે સ્વામી બોલ્યા જે એટલોય નથી થયો. જો એટલો થયો હોય તો પછી વધવા માંડે અને વધતાં વધતાં મોટો થઈ જાય, ત્યારે એક મહારાજ વિના બીજું બધું ય ખોટું જણાય. તે કેવડો થયો, તો અનંતકોટી બ્રહ્માંડમાં કોઈનો ભાર ન રહ્યો એવડો થયો. માટે વધતાં વધતાં તો આવો મોટો થઈ જાય, એમ જાણી દિવસે દિવસે સત્સંગ વૃદ્ધિ પમાડવો. જુઓને! પ્રથમ ખદ્યોત જેવડો જીવ હોય છે પણ તેમાંથી વધતાં વધતાં મહાતેજ જેવો થઈ જાય છે, એમ વધાય. ॥ ૬૦ ॥