વાર્તા : ૭૫

0:000:00

આપણને મહારાજે મોટા મેળવ્યા તે બરોબર જોઈએ તેવા મોટા મેળવ્યા છે. જેવા છે તેવા ઓળખાય તો તુરત કામ કરી દે અને કોઈ વાતની તાણ રહેવા દે નહિ. કેટલાક કહે છે કે આ લૂગડું પ્રસાદીનું છે; આ ચરણારવિંદ પ્રસાદીનાં છે, પણ પ્રસાદી વિના શી વસ્તુ છે? મહારાજ અણુ અણુ પ્રત્યે છે તેથી સર્વત્ર પ્રસાદીમય જ છે; ક્યાંય ન હોય તેમ નહિ. એવો મહિમા જાણી મૂર્તિમાં નિમગ્ન થવાય તો બીજેથી વાસના તૂટી જાય અને સર્વ દિવ્ય ભાસે. ॥ ૭૫ ॥