વાર્તા : ૯૫

0:000:00

મહારાજની મૂર્તિમાં રહે તેને પૂર્વ-પશ્ચિમ, આકાશ-પાતાળ આદિ કાંઈ નથી; અને વૈરાજરૂપ મૂર્તિમાં રહે તેને તો સર્વે છે, માટે આપણે મૂર્તિમાં રહેવું. મૂર્તિમાં રહ્યા તે મૂર્તિને સુખે સુખિયા ને મહારાજ પોતાને સુખે સુખિયા. મહારાજની મૂર્તિમાં રહ્યા પછી ખાવુંપીવું તે કોના માટે? તો એ સર્વે ક્રિયા મુમુક્ષુને મૂર્તિમાં જોડવા માટે છે. આવી વાતની મોટાના જોગ વિના ખબર પડે નહિ. ॥ ૯૫ ॥