વાર્તા : ૧૩૨
0:000:00
વેદ છે તે તો વૈરાટનારાયણનો મહિમા કહે છે, પણ તેથી પરનો મહિમા કેવી રીતે કહી શકે? કેમ કે વૈરાટથી પ્રધાન પુરુષ, તેથી પર પ્રકૃતિ પુરુષ, તેથી પર વાસુદેવબ્રહ્મ, તેથી પર અક્ષર અને એ સર્વેથી પર મહારાજની મૂર્તિનો પ્રકાશ છે તેમાં મહારાજ બિરાજે છે. માટે એ મૂર્તિનો મહિમા વેદ ક્યાંથી કહી શકે? મહારાજનો મહિમા તો અતિ અપાર છે તે તો શ્રીમુખના વચનરૂપી વેદ તે થકી જ સમજાય છે. આપણે પણ પુરુષોત્તમનો મહિમા એવી જ રીતે જાણીએ છીએ તેથી એ મૂર્તિ જ નજરમાં આવે છે અને બીજા કોઈનો ભાર રહેતો નથી. જ્યાં જોઈએ ત્યાં મહારાજ દેખાય છે. ॥ ૧૩૨ ॥