વાર્તા : ૧૨૪
0:000:00
વામનજીએ પૃથ્વી ભરી લીધી તે કોણે દેખી? તો બળિરાજા વિના બીજા કોઈએ દેખી નહિ. પણ સૌએ હા પાડી. કોઈએ પુરાવો ન માગ્યો. તેમ મહારાજને મૂર્તિમાં રહેતા હોય એ જ દેખે. અર્જુનને વિશ્વરૂપ દેખાડ્યું તથા માતા યશોદાને દેખાડ્યું, એ આદિ ઘણાને દેખાડ્યું પણ એ દેખનારા જ દેખે, બીજાને ન દેખાય. પરોક્ષ શાસ્ત્રમાં આ બધું લખાણું તેથી સૌને હા પડે અને પ્રત્યક્ષને તો ઘણાય માનતા હોય, મહિમા કહેતા હોય પણ મનુષ્યભાવ દેખાય તેથી હા ન પડે. એ વખતે દિવ્યભાવ આવવો એ તો પર્વત જેવી ઘાંટી છે માટે એવા મનુષ્ય જેવા દેખાતા હોય ને મોટા સમજાય તો પૂરું થયું જાણવું. ॥ ૧૨૪ ॥