વાર્તા : ૪૯

0:000:00

આપણે મોટા મુક્ત સાથે હેત બાંધવું અને મહિમા જાણવો તો પૂરું. તે હેત કેમ થાય, તો અરસપરસ મહિમા સમજાય તો હેત થાય. બાપાશ્રીને અમે વાતો કરવાનું કહીએ ત્યારે કહેતા કે વાતોનો ખપ છે કે વાતોના કરનારાઓનો ખપ છે? એ સમજી લેવું. માટે ભેગા રહીને વાતોને તાને ચડી જવાય તે ઠીક નહિ. પણ વાતો કોણ કરે છે તે ઉપર લક્ષ રહે તો વાતના કરનાર ઉપર હેત થાય. માટે હેત થયાનું કારણ એવા મોટાનો મહિમા સમજવો એ જ છે. ॥ ૪૯ ॥