વાર્તા : ૬૮
0:000:00
સૂર્યને વાંસે મૂકીને પડછાયાને પાછળ કાઢવો હોય તે કોઈ રીતે ન બને. એ તો સૂર્ય સામો જાય તો જ પડછાયો પાછળ પડે, પણ તે વિના દાખડો કરે એમાં કાંઈ વળે નહિ; તેમ મહારાજને છેટા રાખીને માયાને ટાળવી છે, એ કોઈ કાળે બને તેવું નથી. એ તો જ્યારે મહારાજનો સંબંધ થાય ત્યારે જ માયા છેટી રહે. ॥ ૬૮ ॥