વાર્તા : ૭

0:000:00

એક હરિભક્તે પ્રશ્ન પૂછ્યો કે મુક્ત તો મહારાજની મૂર્તિ વિના બીજા કોઈને દેખતા નથી તો જીવોને ઉપદેશ કેમ કરી શકે? ત્યારે સ્વામી કહે મુક્તને મતે તો મૂર્તિ જ છે અને ઉપદેશ તો મહારાજ કરે છે. એ મહારાજ કેમ કરે છે? એમ તો આપણાથી કહેવાય જ નહિ, કેમ જે મહારાજનો કોઈ ઉપરી નથી. ॥ ૭ ॥