વાર્તા : ૧૩૧
0:000:00
મધ્ય પ્રકરણના 6ઠ્ઠા વચનામૃતમાં એમ આવ્યું કે ઠાકોરજીની મૂર્તિમાં ને બીજા પ્હાણામાં શો ફેર છે? એમ નાસ્તિક કહે છે. તે સાંભળીને સ્વામી બોલ્યા કે શ્રી ઠાકોરજીની મૂર્તિમાં ને બીજા પ્હાણામાં ફેર છે એમ કહેવાય ત્યાં સુધી તો હજુ વાચ્યાર્થ થયો, પણ લક્ષ્યાર્થ કેવી રીતે? તો જ્યારે પોતે મહારાજના ધ્યાને કરીને દિવ્ય થાય ત્યારે મહારાજને અને સંતને દિવ્ય દેખે. પછી તો એ મહારાજના અનુભવજ્ઞાને કરીને મૂર્તિમાં તદાકાર થઈ જાય ત્યારે જ ખરો લક્ષ્યાર્થ થયો જાણવો. ॥ ૧૩૧ ॥