વાર્તા : ૫૩
મહારાજની અખંડ સ્મૃતિ કેમ રહે? તો હાલતાં- ચાલતાં, ખાતાં-પીતાં, નહાતાં-ધોતાં, સર્વ ક્રિયામાં મૂર્તિનું મનન કરવું. એમ કરતાં કરતાં સ્વપ્ન પણ મહારાજ સંબંધી જ આવે તેથી આનંદ વધતો જાય. પછી એમ જાણવું જે મને મૂર્તિરૂપ દિવ્ય ચિંતામણિ મળી છે અને તેમાં જ બહુ સુખ છે. બીજે તો દુઃખ ડોકાં કાઢી રહ્યાં છે. એવી સમજણ દૃઢ થાય તો અખંડ સ્મૃતિ રહે. બાપાશ્રીએ અનેકને મૂર્તિના સુખમાં મેલવાની દયા કરી એ બહુ મોટું કામ કર્યું. પોતે સત્યસંકલ્પ હતા તેથી એમના સંકલ્પ સર્વ સત્ય થતા, એ આપણે નજરે જોયું. આમ અનાદિમુક્તની વાત જબરી છે, કારણ કે અનાદિમુક્ત મહારાજ ભેળા રસબસ ભાવે સદાય રહે છે. એ અનાદિમુક્તનો મહારાજ વિના બીજો કોઈ ઉપરી નથી. ॥ ૫૩ ॥