વાર્તા : ૫૫
0:000:00
સવિકલ્પ અને નિર્વિકલ્પ કેવી રીતે? તો કોઈ માણસ બે ગાઉ ઉગમણો દોડે અને બે ગાઉ આથમણો દોડે એમ ઘણા કાળ દોડ્યા કરે પણ પંથ ન કપાય અને કહે કે લાખો ગાઉ દોડ્યો, તેના જેવો સવિકલ્પ કહેવાય, અને તેની બહુધા વૃત્તિ કહેવાય. જે એક જ દિશાએ દોડતો હોય તેનો પંથ કપાય અને મુકામ આવે તે નિર્વિકલ્પ કહેવાય; તેની એક જ વૃત્તિ કહેવાય. એવી રીતે સાધનદશાવાળા ભક્તને ઘડીક પુરુષોત્તમરૂપે ને ઘડીક દેહરૂપે વર્તાય તો ઉગમણા આથમણા દોડ્યા જેવું ગણાય અને કેવળ પુરુષોત્તમરૂપે જ વર્તવું તે એક જ દિશાએ દોડ્યા જેવું ગણાય અને તેને મૂર્તિનો સાક્ષાત્કાર થાય; એ મુકામે પહોંચ્યો કહેવાય. ॥ ૫૫ ॥